ધારી તાલુકાના ચલાલા ખાતે કાર્યરત સંગમ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચલાલા સહિત આસપાસના વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારો સુધી સહાય પહોંચાડવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ વિવેકભાઈ તળાવિયાના માર્ગદર્શન હેઠળ શિક્ષણ, સંસ્કાર, આરોગ્ય અને પર્યાવરણ ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. સંસ્થા દ્વારા ધારી, અમરેલી, ગોપાલગ્રામ અને ચલાલા સહિતના વિસ્તારોમાં સંસ્કાર કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. આગામી સમયમાં અમરેલી જિલ્લાના તમામ વિસ્તારોમાં વિનામૂલ્યે સંસ્કાર કેન્દ્રો શરૂ કરી બાળકો અને યુવાનોમાં સારા સંસ્કારોનું સિંચન કરવાનો સંકલ્પ પણ સંસ્થા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.





































