રાજુલા શહેરમાં જાહેરમાં છરી સાથે નીકળેલા એક શખ્સને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગતો અનુસાર, મહેશભાઇ પીઠાભાઇ બાબરીયા (ઉ.વ. ૩૯) પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે છરી રાખી જાહેરમાં ફરતો મળી આવ્યો હતો. અમરેલીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા હથિયારબંધી જાહેરનામા અનુસાર જાહેરમાં હથિયાર રાખવા પર પ્રતિબંધ લાદવામાં આવેલો છે. આ શખ્સે સદર જાહેરનામાનો અનાદર કરી નિયમોનો ભંગ કર્યો હોવાથી પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.