પશ્ચિમ બંગાળના ખડગપુરમાં, ભાજપના નેતા દિલીપ ઘોષે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા. અભિષેક બેનર્જીને જારી કરાયેલા પોલીસ સમન્સ અંગે તેમણે કહ્યું કે અભિષેક બેનર્જી હજુ પણ એવી દુનિયામાં રહે છે જ્યાં તેઓ માને છે કે તેમનો પક્ષ સત્તામાં છે. તેમણે કહ્યું કે જેમ તેમના કાકી કહે છે કે તેઓ હાર્યા નથી, તેમ અભિષેક બેનર્જી પણ પોતાને હારેલા માનતા નથી. નોંધનીય છે કે દિલીપ ઘોષે અગાઉ અભિષેક બેનર્જી પર નિશાન સાધ્યું હતું, તેમના પર જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો.
દિલીપ ઘોષે કહ્યું કે સત્તા બદલાઈ ગઈ હોવાથી, નેતાઓનું વર્તન પણ બદલવું જાઈએ. પોલીસને ધમકી આપીને, અભિષેક બેનર્જી ફક્ત પોતાની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યા છે. આવી ધમકીઓનો ઉપયોગ કરી શકાતો નથી. કાયદાથી કોઈ ઉપર નથી, અને દરેક વ્યક્તિએ કાયદાનું સન્માન કરવું જાઈએ. તેમણે કહ્યું,
અભિષેક બેનર્જીના “ભાજપ સમર્થક ન્યાયાધીશો” ના નિવેદન પર પ્રતિક્રિયા આપતા દિલીપ ઘોષે કહ્યું કે અભિષેક બેનર્જીએ પણ રાહુલ ગાંધીની જેમ બોલવાનું શરૂ કરી દીધું છે. ન્યાયાધીશો વિશે આવી ટિપ્પણી કરવી દેશની પરંપરાની વિરુદ્ધ છે અને યોગ્ય નથી. તેમણે કહ્યું કે જા કોઈને ન્યાયતંત્ર સામે ફરિયાદ હોય, તો તેણે પોતાનો કેસ કોર્ટમાં રજૂ કરવો જાઈએ. જા પુરાવા હોય તો તે કોર્ટમાં રજૂ કરવા જાઈએ. આટલા વર્ષોથી સંસદ સભ્ય અને એક મુખ્ય પક્ષના નેતા હોવાથી, અભિષેકે મર્યાદામાં બોલવું જાઈએ. ન્યાયતંત્રનું સન્માન કરવું એ દરેક નેતાની જવાબદારી છે.
રાહુલ ગાંધીના ફોન ટેપિંગના આરોપોનો જવાબ આપતા દિલીપ ઘોષે કહ્યું,ઘોષે કહ્યું કે આવી ઘટનાઓ પહેલા પણ બની છે, અને લોકોએ આવા નાટકો જાયા છે. જા કોઈને ફરિયાદ હોય, તો તેણે કોર્ટ અથવા પોલીસમાં જઈને પુરાવા સાથે પોતાનો કેસ રજૂ કરવો જાઈએ. ફક્ત મીડિયામાં નિવેદનો આપવાથી કંઈ પ્રાપ્ત થશે નહીં. ઘોષે આરોપ લગાવ્યો કે મમતા બેનર્જી દિલ્હીમાં રાજકારણ રમી રહ્યા છે, અને ચૂંટણી હાર્યા પછી, કોઈ તેમને પૂછતું પણ નથી. ઘોષના મતે, ચૂંટણી નજીક આવી રહી હોવાથી આવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. તેમણે કટાક્ષમાં કહ્યું કે જ્યારે કોઈ પક્ષ જ નથી, ત્યારે ગઠબંધન ક્્યાંથી આવશે?
નાથુરામ ગોડસેના પોસ્ટરના પ્રશ્ન અંગે દિલીપ ઘોષે કહ્યું કે દેશમાં કોઈપણ વ્યÂક્ત કોઈપણ વ્યÂક્તના પોસ્ટર લગાવી શકે છે. જુદા જુદા લોકોના અલગ અલગ સમર્થકો હોય છે. જાકે, તેમણે ઉમેર્યું કે પોસ્ટર લગાવવા કરતાં સમાજ કોને સ્વીકારે છે તે વધુ મહત્વનું છે. કોઈ વ્યÂક્તનું પોસ્ટર લગાવવું એ કોઈ મોટી વાત નથી. છઠ પૂજા માટે સુરક્ષા વ્યવસ્થા અંગે દિલીપ ઘોષે કહ્યું કે આ વર્ષે પશ્ચિમ બંગાળમાં તહેવારોની મોસમ સારી રહી છે. ગણેશ પૂજાથી લઈને વિશ્વકર્મા પૂજા સુધી, બધા જ તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા.









































