દેવદિવાળીથી જૂનાગઢ ખાતે લીલી પરિક્રમાના મેળાનો પ્રારંભ થનાર છે. જા કે મેળો પ્રારંભ થાય તે પહેલા જ અનેક ભાવિકો તળેટીએ પહોંચતા હોવાથી મુસાફરોની વધની જતી સંખ્યાને ધ્યાને લઈ અમરેલી એસ.ટી.વિભાગ દ્વારા વધારાની બસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જૂનાગઢ ખાતે દેવદિવાળીથી લીલી પરિક્રમાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મેળામાં સમગ્ર રાજયમાંથી લોકો આવતા હોય છે જેથી ટ્રાફિકને પહોંચી વળવા માટે અન્ય ડિવિઝનની જેમ અમરેલી એસ.ટી.ડિવિઝન પણ સજ્જ બન્યુ છે. મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે અમરેલી એસ.ટી.ડિવિઝન દ્વારા વધારાની બસ દોડાવવાનુ નક્કી કરવામાં આવ્યું છે. વિભાગીય નિયામક ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, તા.ર૦થી ર૪ નવેમ્બર સુધી કુલ ૪૭ બસ દોડાવવામાં આવશે. જેમાં અમરેલીથી ૧૦, સાવરકુંડલાથી ૧૦, ધારી-બગસરાથી ૭-૭, રાજુલાથી ૪,ઉનાથી પ અને કોડીનારથી ૪ બસ દોડાવવામાં આવશે. જા મુસાફરોનો ઘસારો વધુ હશે તો વધારાની બસ દોડાવવા માટે અમરેલી એસ.ટી.વિભાગ સજ્જ છે તેમ અંતમાં વિભાગીય નિયામકે જણાવ્યું હતુ.








































