દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોની વધતી અવરજવરને ધ્યાનમાં રાખીને ધોરાજી એસ.ટી. વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. તહેવારોના દિવસોમાં મુસાફરોને બસની અછતનો સામનો ન કરવો પડે તે માટે એસ.ટી વિભાગ દ્વારા વિવિધ રૂટ પર એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. આ આયોજનને પગલે ૩ નવેમ્બરથી ૧૪ નવેમ્બર સુધીના સમયગાળામાં કુલ ૧૪૮ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના પરિણામે વિભાગને રૂ. ૧૨ લાખથી વધુની આવક થઈ હતી. ધોરાજીથી રાજકોટ, દ્વારકા, સોમનાથ, અમદાવાદ સહિતના મહત્વના રૂટ પર એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ વધારાની બસોના કારણે તહેવારો દરમિયાન મુસાફરોને અવરજવર માટે વધુ વિકલ્પો ઉપલબ્ધ થયા હતા અને મુસાફરોની સુવિધામાં વધારો થયો હતો.






































