રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર જનતાની જિંદગી જોખમાય તે રીતે પૂરઝડપે બાઈક ચલાવતા એક યુવક સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગત તા.૧૭/૧૧/૨૦૨૬ના રોજ બપોરે ૧ઃ૩૦ વાગ્યાના અરસામાં રાજુલા પોલીસ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન સાવરકુંડલા તાલુકાના વંડા ગામનો રહેવાસી નિકુલકુમાર વિનુભાઈ પનારા પોતાનું કાળા રંગનું રોયલ એનફિલ્ડ બુલેટ ૩૫૦ (રજી. નં. GJ-01-SY-5568) જાહેર રસ્તા પર પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવતા મળી આવ્યો હતો. પોલીસે તેની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.








































