બાબરા ખાતે નવા વર્ષના પાવન અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડિયાએ બાબરાનું ગૌરવ અને મીની સરદાર-ભામાશા તરીકે જાણીતા ગોપાલભાઈ વસ્તરપરાના ફાર્મ હાઉસે પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે નવા વર્ષની શુભકામનાઓની આપ-લે કરી હતી.મુલાકાત દરમિયાન બાબરા તાલુકા અને અમરેલી જિલ્લાના સર્વાંગી વિકાસના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ જનસેવાના કાર્યોને વેગ આપવા અંગે પણ વિચારોની આપ-લે થઈ હતી. આ મુલાકાતે પરસ્પર સ્નેહ અને આત્મીયતાનો માહોલ સર્જ્યો હતો.








































