અમરેલી તાલુકાના પીઠવાજાળ ગામે નૂતન સ્વામિનારાયણ મંદિરનો ત્રણ દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૧૪ થી ૧૬ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ભક્તિભાવપૂર્વક ઉજવવમાં આવ્યો હતો. તરવડા ગુરુકુલ પ્રેરિત રાજકોટ ગુરુકુલ સંસ્થાન દ્વારા આયોજિત આ મહોત્સવ સત્યાયધામ, માંગરોળીયા પરિવારની વાડી ખાતે યોજાયો હતો.
મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને સત્સંગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. મહોત્સવમાં શાસ્ત્રી હરિસ્વરૂપદાસજી સ્વામીના મુખે ભક્તચિંતામણિ ગ્રંથની કથા પારાયણ યોજાઈ હતી. તા. ૧૫ નવેમ્બરે બપોરે ૧ કલાકે સાંખ્યયોગી બહેન લીલાબેન દ્વારા સત્સંગ યોજાયો હતો ત્યારબાદ સાંજે ઠાકોરજીની ભવ્ય નગરયાત્રા નીકળી હતી. તા. ૧૬ નવેમ્બર, સોમવારે કારતક સુદ સાતમ, વિક્રમ સંવત ૨૦૮૩ના પવિત્ર દિવસે સવારે ૯ઃ૦૦ કલાકે વડતાલ ગાદી પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે ભગવાન સ્વામિનારાયણ, ગણપતિજી મહારાજ અને હનુમાનજી મહારાજની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મહોત્સવના ભાગરૂપે તા.૧૪ના રોજ કૌશિક ગોલાદરા અને નાદબ્રહ્મ સંગીત મંડળ દ્વારા રાસગરબાનું આયોજન કરાયું હતુ. જ્યારે તા. ૧૫ નવેમ્બરની રાત્રે લોકડાયરામાં અલ્પાબેન પટેલ, દિલીપભાઈ વરસાણી અને કેવીનભાઈ રોકડ પોતાની કલા રજૂ કરી હતી. મંદિરનું નિર્માણ ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી અને મહંત દેવપ્રસાદદાસજી સ્વામીના આશીર્વાદ તથા પુરાણી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ થયું હતુ.
આ પ્રસંગે બાલસ્વામી મેમનગર ગુરુકુલ, ઘનશ્યામજીવનદાસજી સ્વામી- તરવડા ગુરુકુલ, નારાયણપ્રસાદ દાસજી સ્વામી- રાજકોટ ગુરુકુલ, જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામી- જૂનાગઢ ગુરુકુલ, ધર્મવલ્લભદાસજી સ્વામી- સુરત ગુરુકુલ, નિલકંઠચરણદાસજી સ્વામી- ગાદીસ્થાન- જેતપુર, સંતવલ્લભદાસજી સ્વામી- ચેરમેન- વડતાલધામ, દેવપ્રકાશદાસજી સ્વામી- મુ.કોઠારી, વડતાલધામ, વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી-અથાણાવાળ- સાળંગપુરધામ, હરિપ્રકાશ દાસજી સ્વામી- અથાણવાળા-સાળંગપુર ધામ, વિવેકસાગરદાસજી સ્વામી- અથાણાવાળા-સાળંગપુરધામ, ભÂક્તસંભવદાસજી સ્વામી-અમરેલી પાણીદરવાજા મંદિર, રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ ભરતભાઈ સુતરીયા, દક્ષાબેન ચોડવડીયા, વસંતભાઈ મોવલીયા, જિલ્લાના રાજસ્વી મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કથા પારાયણનું જીવંત પ્રસારણ તરવડા ગુરુકુલની યુટ્યુબ ચેનલ પર કરવામાં આવ્યું હતુ. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને ગ્રામજનો જાડાયા હતા. કથા દરમિયાન સમગ્ર ગામ ભક્તિમય બન્યુ હતુ.








































