મોંઘવારીનો માર સામાન્ય પરિવારોનો પીછો છોડવાનું નામ નથી લઈ રહ્યો. જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે હવે રસોડાનું બજેટ પણ ખોરવાઈ રહ્યું છે. રોજિંદા ભોજનમાં ઉપયોગમાં લેવાતા ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓની ચિંતા વધી છે. રાજકોટમાં સિંગતેલના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાયો છે. સિંગતેલના ડબ્બા દીઠ રૂ.૨૦નો વધારો થતાં હવે એક ડબ્બાનો ભાવ વધીને રૂ.૩,૧૩૦ સુધી પહોંચી ગયો છે.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં સિંગતેલના ભાવમાં વધુ એક વખત ભાવવધારો કરવામાં આવ્યો છે. અગાઉની સરખામણીએ ડબ્બા દીઠ રૂ.૨૦નો વધારો થતાં ગ્રાહકોએ હવે સિંગતેલ ખરીદવા માટે વધુ નાણાં ખર્ચવા પડશે. સિંગતેલના એક ડબ્બાનો ભાવ હવે રૂ.૩,૧૩૦ થઈ ગયો છે. ખાદ્યતેલના ભાવમાં વારંવાર થઈ રહેલા વધારાને કારણે બજારમાં ખરીદી કરવા આવતા ગ્રાહકો પર પણ તેની સીધી અસર જાવા મળી રહી છે.
ખાસ કરીને મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારો માટે આ ભાવવધારો ચિંતાનો વિષય બન્યો છે. ઘરમાં રોજિંદા રસોઈ માટે સિંગતેલનો ઉપયોગ થતો હોવાથી તેલના ભાવમાં થોડો પણ વધારો થાય તો તેની અસર સમગ્ર મહિનાના ઘરખર્ચ પર પડે છે. એક તરફ જીવનજરૂરિયાતની અન્ય વસ્તુઓના ભાવ પણ પરિવારના બજેટને અસર કરી રહ્યા છે, ત્યારે સિંગતેલના ભાવમાં થયેલો આ વધારો ગૃહિણીઓની મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે.
ગૃહિણીઓએ હવે મહિનાનું બજેટ બનાવતી વખતે ખાદ્યતેલ પાછળ વધુ ખર્ચ કરવાની તૈયારી રાખવી પડશે. રસોઈ માટે જરૂરી વસ્તુઓના ભાવમાં સતત વધારો થવાથી પરિવારના અન્ય ખર્ચમાં કાપ મૂકવાની નોબત આવી શકે છે. ખાસ કરીને મર્યાદિત આવક ધરાવતા પરિવારો માટે આ સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે.રાજકોટમાં સિંગતેલના ડબ્બામાં રૂ.૨૦નો વધારો થતાં ભાવ રૂ.૩,૧૩૦ પર પહોંચ્યો છે. ખાદ્યતેલના ભાવમાં સતત વધારાને કારણે સામાન્ય પરિવારો પર આર્થિક બોજ વધી રહ્યો છે. હવે સિંગતેલના ભાવમાં આગામી દિવસોમાં રાહત મળશે કે મોંઘવારીનો માર હજુ પણ ચાલુ રહેશે તેના પર ગ્રાહકોની નજર રહેશે.







































