અમરેલી જિલ્લામાં ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા ખેલ મહાકુંભ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંતર્ગત આકસ્મિક કારણોસર વોલીબોલ સ્પર્ધાના સ્થળ અને તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા સમયપત્રક મુજબ બહેનોની વોલીબોલ સ્પર્ધા ૨૯ નવેમ્બરે અને ભાઈઓની સ્પર્ધા ૩૦ નવેમ્બરે સવારે ૮ વાગ્યે બગસરાની ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલ ખાતે યોજાશે. વધુ માહિતી માટે મનોજભાઈ મહીડા (મો. ૯૫૩૭૭૩૦૩૨૧) અથવા મનીષભાઈ કુકવાવા (મો. ૯૪૨૭૯૦૫૮૪૬)નો સંપર્ક કરવા જિલ્લા રમતગમત અધિકારી દ્વારા ખેલાડીઓ અને શાળાઓને જાણ કરવામાં આવી છે.


































