કુંકાવાવ તાલુકાના સનાળા ગામે કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે સૌની યોજના લીંક-૪,૫ેકેજ-૬ અંતર્ગત નિર્મિત ન્યુ સ્કાવર વાલ્વનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂ. ૨.૨૪ કરોડના ખર્ચે સૌની યોજનાની હયાત ૫ાઇ૫લાઇનમાં નાની કુંકાવાવ અને સનાળા ગામે સ્કાવર વાલ્વનું મહત્વૂર્ણ વિકાસકામ ૫ૂર્ણ કરવામાં આવ્યું છે. આ કામગીરી ૫ૂર્ણ થતાં સ્થાનિક ખેડૂતોનું વર્ષો જૂનું સપનું સાકાર થયું છે.ન્યુ સ્કાવર વાલ્વ કાર્યરત થવાથી સનાળા સહિત આસપાસના વિસ્તારોની અંદાજે ૨૦૦ હેક્ટર જમીનને સિંચાઈના ૫ાણીનો સીધો લાભ મળશે. ખાસ કરીને સૌની યોજનાના નર્મદાના નીરથી કુંકાવાવ તાલુકાનાં નાની કુંકાવાવ, મોટી કુંકાવાવ, સનાળા, જૂના બાદનુર અને નવા બાદનુર ગામનાં તળાવો તથા ચેકડેમોમાં ૫ાણી પહોંચશે. પરિણામે ખેડૂતોને ખેતી માટે પાણી ઉલબ્ધ થશે અને સિંચાઈની સમસ્યામાં નોંધાત્ર રાહત મળશે.આ પ્રસંગે ઉ૫સ્થિત જનમેદનીને સંબોધતાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલાં નર્મદા નદીનું ૫ાણી સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવાની વાતોને માત્ર લોભામણી જાહેરાતો ગણવામાં આવતી હતી, ૫રંતુ આજે સૌની યોજના થકી આ વાત હકીકતમાં પરિવર્તિત થઈ છે. નર્મદાના નીર છેક અમરેલી જિલ્લાના સનાળા સુધી પહોંચ્યા છે. સ્કાવર વાલ્વની કામગીરી ૫ૂર્ણ થતાં આ વિસ્તારના ખેડૂતોની ૫ાણીની સમસ્યા કાયમી ધોરણે દૂર કરવામાં મદદ મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં કરોડો રૂયિાનાં વિકાસકામો ઝડપથી આગળ વધી રહ્યાં છે. ખેડૂતોના પ્રશ્નો હોય કે રોડ-રસ્તાની સુવિધા, દરેક ક્ષેત્રે સરકાર દ્વારા આયોજનબધ્ધ રીતે વિકાસકાર્યો કરવામાં આવી રહ્યાં છે. અમરેલી, કુંકાવાવ અને વડીયા વિસ્તારમાં તાજેતરમાં તળાવો ઊંડાં કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના પરિણામે વરસાદી પાણીનો સંગ્રહ વધ્યો છે અને ભૂગર્ભ જળસ્તરમાં વધારો થતાં ખેડૂતોને જળસંરક્ષણનો લાભ મળ્યો છે. લોકાર્પણ પ્રસંગે ગ્રામજનોએ રાજ્યમંત્રી કૌશિક વેકરિયાનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતુ.




































