લીલીયા તાલુકાના પુંજાપાદર ગામે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કિસાન મોરચા દ્વારા આયોજિત ‘હાલો ભેરૂ ગામડે’ અભિયાન અંતર્ગત લીલીયા તાલુકા કિસાન મોરચાનો વિશેષ કાર્યક્રમ રામાણી પરિવારની વાડી ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ હિરેન હિરપરા અને સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય મહેશ કસવાલા ઉપસ્થિત રહ્યા હતા. બંને આગેવાનોએ હોદ્દેદારો અને કાર્યકર્તાઓને સંગઠનાત્મક કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં સંગઠન મજબૂત બનાવવા, ખેડૂતો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા તથા ખેતીલક્ષી પ્રશ્નોને પ્રાધાન્ય આપવા ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કિસાન મોરચાના અધ્યક્ષ મુકેશ ખોખરીયા, આનંદ ધાનાણી, જીગ્નેશ સાવજ, રિતેશ સોની સહિત ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

































