ભારતીય વાયુસેના દ્વારા જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે કુદરતી આપત્તિઓનો સામનો કરવા માટેની સજ્જતા દર્શાવતી ભવ્ય સંયુક્ત મોક ડ્રિલ અને શÂક્ત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચક્રવાત અને ભારે પૂર જેવી વિકટ પરિસ્થિતિઓમાં જાનમાલનું નુકસાન અટકાવવા અને તાત્કાલિક રાહત પહોંચાડવા માટે યોજાયેલી આ કવાયતમાં ભારતીય વાયુસેના ઉપરાંત આર્મી, નેવી, ભારતીય કોસ્ટ ગાર્ડ,એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો.આ કવાયતનો મુખ્ય હેતુ કોઈપણ મોટી આપત્તિ સમયે વિવિધ સુરક્ષા અને બચાવ એજન્સીઓ વચ્ચેનું સંકલન મજબૂત કરવાનો, ઝડપી પ્રતિસાદ આપવાનો અને બચાવ કામગીરીની ક્ષમતામાં વધારો કરવાનો હતો. કવાયત દરમિયાન જામનગર એરફોર્સ સ્ટેશન પર ચક્રવાત અને પૂર જેવી વાસ્તવિક પરિસ્થિતિ ઊભી કરીને અત્યંત દિલધડક બચાવ અભિયાનનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય વાયુસેનાના શÂક્તશાળી એમઆઇ-૧૭ હેલિકોપ્ટરની મદદથી દુર્ગમ વિસ્તારોમાં જવાનોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. આ સાથે જ આગ લાગવાની ઘટનાને કાબૂમાં લેવા માટે હેલિકોપ્ટરમાં લગાવેલી ‘બામ્બી બકેટ’ દ્વારા આકાશમાંથી પાણીનો છંટકાવ કરીને આગ બુઝાવવાની અસરકારક કામગીરીનું પ્રદર્શન કરાયું હતું.
ભૂકંપ કે વાવાઝોડા બાદ ધરાશાયી થયેલી ઈમારતોના કાટમાળમાં ફસાયેલા લોકોને શોધવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ દર્શાવવામાં આવ્યો હતો જેમાં ખાસ પ્રકારના રોબોટ અને તાલીમબદ્ધ સર્ચ ડોગ્સની મદદથી કાટમાળ નીચે દટાયેલા લોકોની શોધખોળ કરી તેમને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. બીજી તરફ, દરિયાકાંઠાના વિસ્તારોમાં અને ઊંડા દરિયામાં ફસાયેલા માછીમારો કે નાગરિકોને બચાવવા માટે ભારતીય નેવી અને કોસ્ટ ગાર્ડના જવાનોએ સંયુક્ત રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યું હતું.
આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક મદદ પહોંચાડવા માટે વાયુસેનાના અત્યાધુનિક સી-૨૯૫ અને વિશાળકાય સી-૧૭ ગ્લોબમાસ્ટર પરિવહન વિમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિમાનો દ્વારા મોટા પાયે રાહત સામગ્રી, દવાઓ અને બચાવ કાર્ય માટેના ભારે સાધનોને ગણતરીના સમયમાં અસરગ્રસ્ત સ્થળોએ પહોંચાડવાની ક્ષમતાનું પ્રદર્શન કરાયું હતું.આ રાષ્ટ્રીય કવાયતને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિશેષ મહત્વ મળ્યું હતું. આ પ્રસંગે ઊેંછડ્ઢ સંગઠનના સભ્ય દેશો—ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના ઉચ્ચ પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ભારતીય દળોની કામગીરીને બિરદાવી હતી. કવાયતની સાથે જ હ્યુમેનિટેરિયન આસિસ્ટન્સ એન્ડ ડિઝાસ્ટર રિલીફ વ‹કગ લેવલ બેઠક’નું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં કુદરતી આપત્તિઓ સમયે પરસ્પર સહયોગ અને સંયુક્ત રાહત કાર્યો અંગે મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.