પ્રસિદ્ધ સિંગર દિલજીત દોસાંઝ અમદાવાદના લોકોનું મનોરંજન કરાવવા માટે તૈયાર છે. ૨૧ નવેમ્બર ૨૦૨૬, શનિવારે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંઝની કોન્સર્ટ યોજાવાની છે. આ કોન્સર્ટ પહેલા દિલજીતના ફેન્સમાં જારદાર ઉત્સાહ જાવા મળી રહ્યો છે. આ કોન્સર્ટની ટિકિટની ભારે ડિમાન્ડ જાવા મળી રહી છે. દિલજીત દોસાંઝના કોન્સર્ટની સૌથી મોંઘી ટિકિટ ૧ લાખથી વધુની છે.અમદાવાદ પોલીસે પણ સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાસ ન રહે તે માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આ સિવાય સ્ટેડિયમ, પા‹કગ તથા તમામ ગેટ પર બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવશે.અમદાવાદમાં યોજાનાર આ કોન્સર્ટમાં ૧ જેપીસી, ૫ ડીસીપી, ૯ એસીપી, ૨૨ પીઆઈ, ૭૪ પીએસઆઈ, ૧૨૦૦ પોલીસકર્મીઓ, ટ્રાફિકના જવાનો, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, સીસીટીવી અને ડ્રોનથી મોનિટરિંગ કરવામાં આવશે. આ સિવાય પોલીસ કમિશનર સમગ્ર બંદોબસ્તનું સુપરવિઝન કરશે.
અમદાવાદમાં સિંગર દિલજીત દોસાંઝની કોન્સર્ટમાં જવા માટે લોકોમાં ઉત્સાહ જાવા મળી રહ્યો છે. આ માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી હજારો ટિકિટ બુક થઈ ગઈ છે. દિલજીત દોસાંઝની કોન્સર્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ રહી છે. આ માટે કુલ ૭૧ પ્રકારની ટિકિટો છે. ટિકિટના ભાવની વાત કરવામાં આવે તો સસ્તામાં સસ્તી ટિકિટ ૩૦૦૦ રૂપિયાથી લઈને સૌથી મોંઘી ટિકિટ ૧૦૬,૩૮૩ રૂપિયાની છે.દિલજીત દોસાંઝની કોન્સર્ટ માટે તમામ ટિકિટો ઓનલાઈન બુક કરાવી શકાય છે. આ માટે સૌથી સસ્તી ટિકિટ ૨૧૨૮ રૂપિયાની છે, ત્યારબાદ ટિકિટનો ભાવ વધી રહ્યો છે. બેસવાની જગ્યા, કેટેગરી પ્રમાણે ટિકિટનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. મોંઘી ટિકિટની વાત કરવામાં આવે તો ૨૨૦૦૦સ ૪૪૦૨૧ થી લઈને ૧૦૬,૩૮૪ રૂપિયાની સૌથી મોંઘી ટિકિટ છે. આ સિવાય કેટલીટ ટિકિટમાં ફૂડ-બ્રેવરેજની પણ વ્યવસ્થા છે.
જા તમે પણ દિલજીત દોસાંઝની કોન્સર્ટમાં શનિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જવાના છો તો
કેટલીક વસ્તુઓ તમે સાથે લઈને જઈ શકશો નહીં. જેમાં બેગ, પાવર બેંક, પાણીની બોટલ, પોસ્ટર-બેનર, સ્ટીક સહિતના વસ્તુ સાથે લઈ જવાની મનાઈ છે. સ્ટેડિયમમાં પ્રવેશ કરવા સમયે ચેકિંગ કર્યા બાદ અંદર જવાની મંજૂરી આપશે. મહિલાઓ અને પુરૂષોના ચેકિંગ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.










































