સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલી પાણાખાણમાં એક અજાણી વ્યક્તિ ડૂબી જવાની ઘટના સામે આવી હતી. તા.૧૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૯ વાગ્યે સાવરકુંડલા પોલીસ કંટ્રોલરૂમ દ્વારા અમરેલી અને સાવરકુંડલા ફાયર કંટ્રોલરૂમને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. જાણ થતાં ઈન્ચાર્જ ફાયર ઓફિસર એચ.પી. સરતેજાની આગેવાની હેઠળ અમરેલી ફાયર ઈમરજન્સી સર્વિસ અને સાવરકુંડલા ફાયર વિભાગની સંયુક્ત ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ આશરે બે કલાકની ભારે જહેમત બાદ પાણીમાંથી યુવકનો મૃતદેહ શોધી બહાર કાઢ્યો હતો અને સ્થાનિક પોલીસને સોંપ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ રાજુભાઈ ભીમાભાઈ વાઘેલા (ઉંમર ૨૫ વર્ષ, રહે. સાવરકુંડલા) તરીકે થઈ છે. ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.