અમેરિકામાં અચાનક હવાઈ ટ્રાફિક ઠપ્પ થઈ ગયો, દેશભરના એરપોર્ટ પરથી ઉપડતી બધી ફ્લાઇટ્સ તાત્કાલિક અસરથી બંધ થઈ ગઈ. જાકે, થોડા કલાકો પછી આ રોક હટાવી લેવામાં આવી અને ફ્લાઇટ કામગીરી સામાન્ય થઈ ગઈ. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનએ એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટરોમાં ગંભીર ટેકનિકલ ખામીને પગલે આ નિર્ણય લીધો. દેશભરના ૨૨ એટીસી સેન્ટરો પર કોમ્યુનિકેશન સમસ્યાઓ નોંધાઈ હતી, જેના કારણે એરક્રાફ્ટ કામગીરી સ્થગિત કરવાની ફરજ પડી હતી. આ અચાનક નિર્ણયથી અમેરિકાના વિવિધ એરપોર્ટ પર હજારો મુસાફરોને અસુવિધા થઈ હતી.
યુએસ ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી સીન ડફીએ જણાવ્યું હતું કે આ કોમ્યુનિકેશન સમસ્યા દેશભરના ૨૨ એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટરોને અસર કરી રહી છે. આ સેન્ટરો વિવિધ એરપોર્ટ વચ્ચે ઉડતા વિમાનોની હિલચાલનું માર્ગદર્શન અને નિયંત્રણ કરે છે. ડફીના જણાવ્યા મુજબ, આ સેન્ટરોમાં ખામીને કારણે હવાઈ ટ્રાફિક પર અસર પડી. હ્લછછ ટીમો ટેકનિકલ સમસ્યાનું કારણ નક્કી કરવા માટે કામ કરી રહી હતી, અને ઉકેલ મળ્યા પછી, કામગીરી સામાન્ય થઈ ગઈ.
એફએએએ બધી ફ્લાઇટ્સ માટે ગ્રાઉન્ડ સ્ટોપની જાહેરાત કરતી એક સત્તાવાર નોટિસ જારી કરી. ઉડ્ડયન ભાષામાં “ગ્રાઉન્ડ સ્ટોપ” તરીકે ઓળખાતા આ ઓર્ડરનો અર્થ એ છે કે સલામતીની ચિંતાઓને કારણે વિમાનોને ઉડાન ભરવાથી અટકાવવામાં આવે છે.એફએએએ જણાવ્યું હતું કે આ નિર્ણય અસાધારણ પરિસ્થિતિઓ અને સલામતીના કારણોસર લેવામાં આવ્યો છે. આ આદેશને પગલે, યુનાઇટેડ સ્ટેટ્સના વિવિધ એરપોર્ટ પર વિમાન સંચાલન બંધ કરવામાં આવ્યું હતું. આનાથી સ્થાનિક અને અન્ય ફ્લાઇટ્સ પર અસર પડી, જેના કારણે હજારો મુસાફરો તેમની મુસાફરી અંગે અનિશ્ચિત રહ્યા.
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના વડાએ પણ આ બાબતે એક નિવેદન જારી કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે દેશભરના એર ટ્રાફિક કંટ્રોલ સેન્ટરોમાં કોમ્યુનિકેશન સિસ્ટમ નિષ્ફળતાને પગલે એફએએએ બધી ફ્લાઇટ્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે લોકોને આ પરિસ્થિતિમાં ગભરાશો નહીં તેવી વિનંતી કરી. તેમણે કહ્યું, “ટેકનિકલ સમસ્યાઓ અને સલામતીની ચિંતાઓને કારણે ફ્લાઇટ સસ્પેન્શન લાદવામાં આવ્યું છે. ગભરાવાની કોઈ જરૂર નથી.”
યુનાઇટેડ સ્ટેટ્સમાં એર ટ્રાફિક વિક્ષેપનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ, જાન્યુઆરી ૨૦૨૩ માં, એક ટેકનિકલ સમસ્યાને કારણે દેશભરમાં ફ્લાઇટ્સ બંધ કરવાની ફરજ પડી હતી. તે સમયે, એફએએની નોટિસ ટુ એર મિશન સિસ્ટમ ખરાબ થઈ ગઈ હતી. આ સિસ્ટમ પાઇલટ્સને રનવે, એરપોર્ટ અને હવાઈ માર્ગો સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે. આ વર્ષના જાન્યુઆરીમાં, તોફાન અને હિમવર્ષાને કારણે યુનાઇટેડ સ્ટેટ્સમાં વ્યાપક ગભરાટ ફેલાયો હતો, જેના કારણે હજારો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.










































