જનરલ અસીમ મુનીર પાકિસ્તાનની રાજકીય વ્યવસ્થા સંભાળવાની તૈયારી કરી રહ્યા છે. આ પ્રયાસમાં, અસીમ મુનીર ઇમરાન ખાનની મદદ લેશે. સમગ્ર પાકિસ્તાનમાં ચર્ચા છે કે ઇમરાન ખાનને સોદાના ભાગ રૂપે મુક્ત કરવામાં આવશે. બદલામાં, ઇમરાન ખાન જનરલ અસીમ મુનીરના ૨૮મા બંધારણીય સુધારાને સમર્થન આપશે. આ સુધારાથી પાકિસ્તાનના ચાર પ્રાંતોને ઓછામાં ઓછા ૧૨માં વિભાજીત કરવાનો માર્ગ મોકળો થશે. પાકિસ્તાનમાં બધી સરકારી સત્તા વડા પ્રધાનને બદલે રાષ્ટ્રપતિ પાસે રહેશે. જે નાના રાજ્યો બનશે, તેમાં મુખ્યમંત્રીને બદલે મુખ્ય પ્રશાસક અથવા મેયર હશે, જે સીધા રાષ્ટ્રપતિને રિપોર્ટ કરશે.
આનો અર્થ એ થયો કે જનરલ મુનીર હવે પાકિસ્તાનમાં ભારત જેવી સંસદીય પ્રણાલીને નાબૂદ કરીને અમેરિકા જેવી રાષ્ટ્રપતિ પ્રણાલી લાગુ કરવા માંગે છે. જનરલ મુનીર એક જ આદેશથી પાકિસ્તાનમાં આ કાર્ય પૂર્ણ કરી શકે છે, પરંતુ તેઓ નથી ઇચ્છતા કે સરમુખત્યારશાહીનો સંદેશ દુનિયાને જાય. તેથી, તેઓ સંસદ દ્વારા તેમની યોજના સાથે આગળ વધવા માંગે છે. આ માટે બંધારણીય સુધારાની જરૂર પડશે, જેને બે તૃતીયાંશ બહુમતીથી પસાર કરવો પડશે. ઇમરાન ખાનના સમર્થન વિના આ કાર્ય પૂર્ણ થઈ શકતું નથી. તેથી, જનરલ મુનીરે ઇમરાન ખાન તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે.
ઇમરાન ખાનના વકીલોએ જનરલ મુનીર સાથે ગુપ્ત મુલાકાતો કરી. આ પછી, વકીલો જનરલ મુનીરનો સંદેશ લઈને અદિયાલા જેલમાં ઇમરાન ખાનને મળ્યા. છ મહિના પછી, ઇમરાન ખાને જેલમાં તેમના વકીલો સાથે ચાર કલાકની બેઠક યોજી. આ બેઠક પછી તરત જ, ઇમરાન ખાનની બે બહેનો, જેમને જેલમાં રાખવામાં આવી હતી, તેમને મુક્ત કરવામાં આવ્યા, જેનાથી પાકિસ્તાની મીડિયામાં ખળભળાટ મચી ગયો. પાકિસ્તાની ન્યૂઝ ચેનલોએ દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં એક મોટો ફેરફાર નજીક આવી રહ્યો છે, અને આ Âસ્ક્રપ્ટ અદિયાલા જેલમાં લખાઈ ગઈ છે.
જાકે પાકિસ્તાનીઓ આવી અટકળો પર વિશ્વાસ કરતા નથી, કારણ કે આવી અટકળો છેલ્લા ચાર વર્ષમાં ડઝનેક વખત કરવામાં આવી છે, આ વખતે મામલો ગંભીર દેખાય છે. ઇમરાન ખાનના વકીલોએ કાળજીપૂર્વક પુષ્ટિ આપી છે કે તેઓએ ઇમરાન ખાન સાથે વાત કરી છે. ઇમરાન ખાન મોટા પ્રાંતોને નાના પ્રાંતોમાં વિભાજીત કરવાનું સમર્થન આપે છે.
જનરલ મુનીર સાથે ઇમરાન ખાનના સોદાના અહેવાલોએ વડા પ્રધાન શાહબાઝ શરીફ અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના પક્ષોના નેતાઓમાં ચિંતા વધારી છે, કારણ કે આ બંને પક્ષોને આ સોદાથી સૌથી વધુ નુકસાન થશે. હાલમાં, પાકિસ્તાનમાં ચાર પ્રાંત છેઃ પંજાબ, સિંધ, બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા. પંજાબ અને સિંધ વસ્તી અને સંસાધનોની દ્રષ્ટિએ મોટા રાજ્યો છે. પંજાબ નવાઝ શરીફના પરિવાર દ્વારા નિયંત્રિત છે, અને તેમનો પક્ષ સત્તામાં છે. સિંધમાં, ઝરદારીના પરિવારનો પ્રભાવ છે અને ત્યાં સત્તામાં છે. ખૈબર પખ્તુનખ્વા એક નાનું રાજ્ય છે. ઇમરાન ખાનની પાર્ટીની ત્યાં સરકાર હતી, જેને શાહબાઝ શરીફની સરકારે હટાવી દીધી હતી. તે દરમિયાન, બલુચિસ્તાનમાં હંમેશા ડમી લશ્કરી સરકાર રહી છે. તેથી, જા પાકિસ્તાનને ચારને બદલે બાર રાજ્યોમાં વિભાજીત કરવામાં આવે છે, તો નવાઝ શરીફ અને ઝરદારી પરિવારોને સૌથી વધુ નુકસાન થશે. બંને પાકિસ્તાનના સૌથી મોટા રાજકીય પરિવારો છે. બંને પક્ષો ક્યારેય જનરલ મુનીરની યોજના સફળ થાય તેવું ઇચ્છશે નહીં. તેથી, બંને પક્ષોએ તેનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ જણાવ્યું હતું કે જનતા સાથે ચર્ચા કર્યા વિના કોઈ નિર્ણય લેવો જાઈએ નહીં.