ચેન્નાઈમાં એમજીએમ હેલ્થકેર દ્વારા જારી કરાયેલા મેડિકલ બુલેટિન અનુસાર, ૨૦૨૬ ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં કોલાથુર મતવિસ્તારથી એમકે સ્ટાલિનને હરાવનારા ટીવીકે ધારાસભ્ય વીએસ બાબુનું અવસાન થયું છે. સ્ટાલિન – ગુરુવારે (૧૯ નવેમ્બર, ૨૦૨૬) બપોરે ૨ઃ૨૪ વાગ્યે અવસાન થયું. ૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ તેમને લાંબા સમયથી શ્વાસની બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ૭૫ વર્ષના હતા અને હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું.વી.એસ. બાબુને ૯ સપ્ટેમ્બરના રોજ શ્વાસની બીમારીને કારણે ચેન્નાઈના અમીનજીકરાઈ Âસ્થત એમજીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા મેડિકલ બુલેટિન મુજબ, તેઓ સઘન સંભાળમાં હતા. તેમની તબિયત સતત બગડતી રહી, જેના કારણે હૃદયરોગનો હુમલો થયો અને ૧૯ નવેમ્બરના રોજ બપોરે ૨:૨૪ વાગ્યે તેમનું અવસાન થયું.
૭૫ વર્ષીય વી.એસ. બાબુ તમિલનાડુના રાજકારણમાં ખૂબ જ અનુભવી વ્યક્તિ હતા, કોલાથુર ક્ષેત્રમાં મજબૂત રાજકીય કદ ધરાવતા હતા. તેમણે ૨૦૦૬ માં ડીએમકે ઉમેદવાર તરીકે પુરાસાવલકમ મતવિસ્તારમાં જંગી જીત મેળવી હતી, જેમાં એઆઈએડીએમકે ઉમેદવારને ૯૦,૦૦૦ થી વધુ મતોથી હરાવ્યા હતા. તેમણે ૨૦૦૬ થી ૨૦૧૧ સુધી ધારાસભ્ય તરીકે સેવા આપી હતી. એમકે સ્ટાલિનના નજીકના સહયોગી બાબુએ ૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ ડીએમકે છોડીને અભિનેતા વિજયની પાર્ટી, ટીવીકેમાં જાડાયા અને ૨૦૨૬ ની વિધાનસભા ચૂંટણીમાં એમકે સ્ટાલિનને હરાવ્યા.વિજય થલાપથીની પાર્ટીમાં જાડાયા પછી, ટીવીકે, વીએસ બાબુના સ્થાનિક પ્રભાવે સ્ટાલિનના અદમ્ય કિલ્લાને તોડી નાખ્યો. સ્ટાલિનની હાર ડીએમકે માટે મોટો ફટકો હતો. ડીએમકેની રચના પછી આ પહેલી વાર બન્યું કે પાર્ટીના પ્રમુખ (એમકે સ્ટાલિન) અને મહાસચિવ દુરાઈમુરુગન બંને એકસાથે વિધાનસભા ચૂંટણી હારી ગયા. કોલાથુર બેઠક, જેણે સ્ટાલિનને ૨૦૧૧, ૨૦૧૬ અને ૨૦૨૧ માં સતત ત્રણ જીત અપાવી હતી, આ વખતે બાબુની જીત સાથે તેમના હાથમાંથી સરકી ગઈ.