મુખ્યમંત્રીનો કાફલો પસાર થાય અને ગામના લોકો તેમને માત્ર દૂરથી જ નિહાળે, સામાન્ય રીતે આવું દૃશ્ય જાવા મળતું હોય છે. પરંતુ દાહોદ જિલ્લાના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કંઈક અલગ જ કર્યું. કોઈ પૂર્વ આયોજન વિના તેઓ અચાનક એક આદિવાસી ખેડૂતના ઘરે પહોંચી ગયા હતા અને પરિવાર સાથે જમીન પરની ખેતીથી લઈને બાળકોના અભ્યાસ સુધીની વાતો કરી હતી. મુખ્યમંત્રીના આ સાદગીભર્યા અંદાજથી ગામના લોકોમાં ઉત્સાહ જાવા મળ્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલમાં દાહોદ જિલ્લાના ત્રણ દિવસના પ્રવાસે છે. પ્રવાસના બીજા દિવસે તેમણે રતનમહાલની મુલાકાત લીધી હતી. અહીં તેમણે રતનમહાલ વિસ્તારમાં રહેતા ચાર ગામના લોકો સાથે બેઠક કરીને તેમની સાથે સીધો સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ સ્થાનિક લોકોની સમસ્યાઓ અને જરૂરી સુવિધાઓ અંગે જાણકારી મેળવી હતી. ખાસ કરીને ગામડાઓમાં રસ્તા સહિતની પાયાની સુવિધાઓને લગતી સમસ્યાઓ અંગે લોકોએ રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ લોકોની વાતો સાંભળી તેમની મુશ્કેલીઓ સમજવાનો પ્રયાસ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ પ્રવાસ માત્ર સરકારી કાર્યક્રમો પૂરતો મર્યાદિત રહ્યો નહોતો. રતનમહાલથી ગરબાડા તરફ જતા સમયે પીપર ગોટા ગામ પાસે મુખ્યમંત્રીએ અચાનક પોતાનો કાફલો રોકાવ્યો હતો. ત્યારબાદ તેઓ સીધા આદિજાતિ ખેડૂત બકુલ વાખળાના ઘરે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીને અચાનક પોતાના ઘરે આવેલા જાઈ ખેડૂત પરિવાર આશ્ચર્યચકિત થઈ ગયો હતો. જાકે, મુખ્યમંત્રીએ પરિવારના સભ્યો સાથે ખૂબ જ આત્મીયતાથી વાતચીત શરૂ કરતાં વાતાવરણ હળવું બન્યું હતું.આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ ખેડૂત બકુલ વાખળા અને તેમના પરિવાર સાથે મકાઈની ખેતી અંગે ચર્ચા કરી હતી. મકાઈના પાક દ્વારા પરિવાર કેવી રીતે આજીવિકા ચલાવે છે અને ખેતીમાં તેમને કઈ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે અંગે પણ જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીએ ખેડૂત પરિવારની રોજિંદી જીવનશૈલી અને ખેતી સાથે જાડાયેલી બાબતો જાણવામાં રસ દાખવ્યો હતો. આટલું જ નહીં, મુખ્યમંત્રીએ પરિવારના બાળકો સાથે પણ સમય વિતાવ્યો હતો. બાળકો સાથે અભ્યાસ અને તેઓ કઈ શાળામાં ભણે છે તે અંગે વાતચીત કરી હતી. તેમના શિક્ષણ અને શાળાને લગતી બાબતો વિશે પણ પૂછપરછ કરી હતી. મુખ્યમંત્રીએ બાળકો સાથે કરેલી આ વાતચીતથી પરિવારના સભ્યોમાં ખુશી જાવા મળી હતી.મુખ્યમંત્રીના અચાનક આગમનના સમાચાર ગામમાં ફેલાતાં આસપાસના આદિવાસી પરિવારોમાં પણ ભારે ઉત્સાહ જાવા મળ્યો હતો. કોઈ મોટા પ્રોટોકોલ કે ઔપચારિકતા વિના મુખ્યમંત્રીએ સામાન્ય ખેડૂતના ઘરે જઈને પરિવારની વાતો સાંભળી હતી. તેમના આ પગલાને તેમની સાદગીના વધુ એક ઉદાહરણ તરીકે જાવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાહોદ જિલ્લાના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન અલગ-અલગ વિસ્તારોની મુલાકાત લઈને સ્થાનિક લોકો સાથે સંવાદ કરી રહ્યા છે. આ પ્રવાસનો મુખ્ય હેતુ લોકોની વચ્ચે જઈ તેમની સમસ્યાઓ અને જરૂરિયાતો સમજવાનો છે. રતનમહાલમાં ચાર ગામના લોકો સાથેની ચર્ચા અને પીપર ગોટા ગામે ખેડૂત પરિવારની મુલાકાતે મુખ્યમંત્રીના આ પ્રવાસને ખાસ બનાવ્યો છે






































