અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા નશાખોરી અટકાવવા પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. ગત તા. ૧૩/૧૧/૨૦૨૬ના રોજ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વગર પાસ-પરમિટ અને ગેરકાયદેસર રીતે જાહેરમાં કેફીપીણું (દારૂ) પીધેલી હાલતમાં ઝડપાયેલા કુલ ૧૬ ઇસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કાર્યવાહી અંતર્ગત અમરેલી સિટી, સાવરકુંડલા (ટાઉન અને રૂરલ), ધારી, દામનગર, જાફરાબાદ ટાઉન, રાજુલા, મરીન પીપાવાવ અને બાબરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી મેહુલભાઈ પુરબીયા, કરશનભાઈ બાંભણીયા, રવજીભાઈ બારૈયા, શૈલેષભાઈ ધોળકીયા, સંજયભાઈ વાઢેર, પ્રકાશભાઈ ચાવડા, નરશીભાઈ બાળધિયા, વાજસુરભાઈ લાખણોત્રા, નરેશભાઈ પરમાર અને મુન્નાભાઈ ખસીયા સહિતના આરોપીઓ સામે પ્રોહીબિશન એક્ટ કલમ મુજબ ગુના દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.