વેલિંગ્ટનના બેસિન રિઝર્વ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં, યજમાન કિવીઝે રમતના પહેલા દિવસે ૭૦ રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ હેનરી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સે માત્ર ઇનિંગ્સને સ્થિર કરી નહીં પરંતુ ટીમને મોટા સ્કોર સુધી પણ પહોંચાડી. તેમની છઠ્ઠી વિકેટ માટે ૨૧૬ રનની ભાગીદારીએ તેમને એક સિદ્ધિ હાંસલ કરવા માટે પ્રેર્યા જે ટેસ્ટ ક્રિકેટના ૧૪૮ વર્ષના ઇતિહાસમાં ફક્ત ૧૫મી વખત જાવા મળી હતી.
હેનરી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સ બંનેએ વેલિંગ્ટન ટેસ્ટમાં સદી ફટકારી હતી, અને તેમની ૨૧૬ રનની ભાગીદારી હવે ટેસ્ટ ઇતિહાસમાં એક ખાસ ક્લબ બની ગઈ છે. ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં આ ફક્ત ૧૫મી વખત છે જ્યારે કોઈ ટીમે ૧૦૦ રન માટે તેની પ્રથમ પાંચ વિકેટ ગુમાવી હોય અને પછી છઠ્ઠી વિકેટ માટે ૨૦૦ કે તેથી વધુની ભાગીદારી કરી હોય. ન્યુઝીલેન્ડના ટેસ્ટ ઇતિહાસમાં આ ફક્ત બીજી વખત બન્યું છે જ્યારે આવું બન્યું છે.અગાઉનો રેકોર્ડ ભારતીય ટીમ સામે હતો, જ્યારે બ્રેન્ડન મેક્કુલમ અને બીજે વોટલિંગે ૨૦૧૪ માં વેલિંગ્ટન ખાતે છઠ્ઠી વિકેટ માટે ૩૫૨ રનની ભાગીદારી કરી હતી. ભારતીય ટીમ સામે ટેસ્ટ ક્રિકેટમાં આવું ફક્ત ત્રીજી વખત બન્યું છે. બીજા રેકોર્ડ ૨૦૨૫ માં એજબેસ્ટન ટેસ્ટમાં હેરી બ્રુક અને જેમી સ્મિથે છઠ્ઠી વિકેટ માટે ૩૦૩ રનની ભાગીદારી કરી હતી, જ્યારે ઇંગ્લેન્ડે ૮૪ રનમાં પોતાની પ્રથમ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.
હેનરી નિકોલ્સ અને ગ્લેન ફિલિપ્સ વચ્ચેની ૨૧૬ રનની ભાગીદારી ન્યૂઝીલેન્ડ માટે ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં છઠ્ઠી વિકેટ કે તેથી ઓછી વિકેટ માટે બીજી સૌથી મોટી ભાગીદારી છે, જેમાં ૨૦૧૪ માં મેક્કુલમ અને વોટલિંગ વચ્ચેની ૩૫૨ રનની ભાગીદારી યાદીમાં પ્રથમ ક્રમે હતી. વેલિંગ્ટન ટેસ્ટમાં નિકોલ્સ અને ફિલિપ્સ વચ્ચેની ભાગીદારી રમતના બીજા દિવસે આકાશ દીપ દ્વારા તોડી નાખવામાં આવી હતી જ્યારે તે ફિલિપ્સને ૧૧૮ ના વ્યÂક્તગત સ્કોર પર બોલ્ડ કરવામાં સફળ રહ્યો હતો.











































