યુનાઇટેડ સ્ટેટ્સમાં હિન્દુ સમુદાયના નેતાઓએ સોશિયલ મીડિયા પર હિન્દુ વિરોધી રેટરિક અને દેશભરમાં હિન્દુફોબિયાની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. હિન્દુ અમેરિકન નેતાઓએ બુધવારે વ્હાઇટ હાઉસના અધિકારીઓ સાથેની બેઠકમાં આ મુદ્દાઓ ઉઠાવ્યા. બેઠક દરમિયાન, તેમણે યુનાઇટેડ સ્ટેટ્સમાં મંદિરોમાં સુરક્ષા વધારવા અને વિવિધ ધર્મો વચ્ચે સંવાદને મજબૂત બનાવવા માટે પણ હાકલ કરી. આ બેઠકમાં સરકારી નીતિઓમાં હિન્દુ અમેરિકન સમુદાયની ભાગીદારી વધારવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠક વોશિંગ્ટનમાં હિન્દુ કોમ્યુનિટી સેન્ટર અને મંદિર, “કેશવમ” ખાતે યોજાઈ હતી. વ્હાઇટ હાઉસ ફેથ ડિરેક્ટર જેનિફર કોર્નના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે હાજરી આપી હતી. તેમની સાથે યુએસ
આભાર – નિહારીકા રવિયા ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટમાં સિનિયર એડવાઇઝર અને ફેથ લાયઝન બેલીસારી રોમેરો પણ હતા. હિન્દુ સ્વયંસેવક સંઘ-યુએસએ, સેવા ઇન્ટરનેશનલ, બીએપીએસ, હિન્દુ યુવા, ઇસ્કોન, ચિન્મય મિશન, આર્ટ ઓફ લિવિંગ, ઇશા ફાઉન્ડેશન, વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકા અને શ્રીમદ રાજચંદ્ર મિશન સહિત અનેક સંગઠનોના પ્રતિનિધિઓએ બેઠકમાં ભાગ લીધો હતો.મીટિંગ દરમિયાન, હિન્દુ અમેરિકન પ્રતિનિધિઓએ યુનાઇટેડ સ્ટેટ્સમાં સમુદાયના યોગદાનની પણ વાત કરી હતી. તેમણે સમજાવ્યું હતું કે હિન્દુ સંગઠનો આપત્તિ રાહત, ધ્યાન અને આરોગ્ય કાર્યક્રમો તેમજ સેવા દિવાળી જેવી પહેલ દ્વારા સમાજને મદદ કરી રહ્યા છે. સેવા દિવાળી જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડે છે. પ્રતિનિધિઓએ સોશિયલ મીડિયા પર વધતી જતી હિન્દુ વિરોધી ટિપ્પણીઓ અને યુનાઇટેડ સ્ટેટ્સના વિવિધ ભાગોમાં હિન્દુફોબિયાની ઘટનાઓનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે અધિકારીઓને મંદિરોમાં સુરક્ષા સુધારવા માટે જરૂરી પગલાં લેવાની વિનંતી કરી.
હિન્દુ અમેરિકન નેતાઓએ આંતરધાર્મિક સંવાદને પ્રોત્સાહન આપવા અને વિવિધ સમુદાયો વચ્ચે વિશ્વાસ અને સમજણ વિકસાવવા પર પણ ભાર મુક્યો. તેમણે યુએસ ફેડરલ નીતિઓ સંબંધિત ચર્ચાઓમાં હિન્દુ સમુદાયના વિચારોનો સમાવેશ કરવાની અને સરકારી સ્તરે તેમનું પ્રતિનિધિત્વ વધારવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્્યો. બેઠકમાં હાજર રહેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે આ બેઠકે હિન્દુ અમેરિકન નેતાઓને વ્હાઇટ હાઉસ અને ફેડરલ એજન્સીઓ સમક્ષ તેમના સમુદાયના યોગદાન અને ચિંતાઓ રજૂ કરવાની તક પૂરી પાડી. નોંધનીય છે કે કેશવમના પ્રમુખ વિશ્વજીત મલ્લમપતિએ પણ આ મહિનાની શરૂઆતમાં વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત દિવાળી ઉજવણીમાં ભાગ લીધો હતો.







































