અમરેલી સ્થિત નારી જાગૃતિ લોક કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસની સાથે પર્યાવરણ સુરક્ષા માટે પ્રશંસનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે. સંસ્થાના ટ્રસ્ટી નયના વિષ્ણુસ્વામી અને તેમની ટીમ દ્વારા સાસણ ગીર ખાતે વન્યજીવ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને વન્ય પ્રાણીઓ સાથેનું યોગ્ય વર્તન સમજાવી પ્લાસ્ટિકના જોખમો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. જામનગર અને અમરેલીની ટીમ તેમજ વિવિધ જ્વેલર્સના સહયોગથી આ કાર્યક્રમ ભવ્ય બન્યો હતો. વન વિભાગના સહકાર સાથે નારી શક્તિએ ‘જળ બચાવો, પર્યાવરણ બચાવો’ અને વન્ય જીવોના જતનનો મજબૂત સંદેશ જનતા સુધી પહોંચાડ્‌યો હતો.