બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની ૪૨મી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટીંગ સ્થાપક ચેરમેન રશ્વિનભાઈ ડોડીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ મંડળીએ ગુજરાતની ૬૭૬૯ શરાફી મંડળીઓમાંથી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને એક નવો કિર્તીમાન સ્થાપિત કર્યો છે. વર્ષ ૨૦૨૫/૨૬ના અંતે મંડળીનું કુલ ટર્નઓવર રૂ. ૭૨૦ કરોડ રહ્યું છે અને સંસ્થાએ રૂ. ૭.૭૨ કરોડનો મસમોટો ચોખ્ખો નફો હાંસલ કર્યો છે. સૌથી મહત્વની બાબત એ છે કે કડક કાનૂની પગલાં અને સુસંચાલનને કારણે મંડળીનું એન.પી.એ. શૂન્ય ટકા રહ્યું છ.
સભાસદોના હિતને ધ્યાનમાં રાખીને મંડળીએ શેર ભંડોળ પર ૧૬% ડિવિડન્ડની જાહેરાત કરી છે. મંડળી અત્યારે બગસરા, રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં નવ શાખાઓ સાથે કાર્યરત છે. કર્મચારીઓના કલ્યાણ માટે ૧૮ હંગામી સ્ટાફને કાયમી કરવાનો અને કાયમી સ્ટાફને ઇન્ક્રીમેન્ટ આપવાનો ઐતિહાસિક નિર્ણય પણ લેવામાં આવ્યો છે. નિસ્વાર્થ સેવા આપતા ડિરેક્ટરો અને એડવાઈઝરી બોર્ડના સભ્યોને સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરાયા હતા.