ગુજરાતની લોકગાયિકા કાજલ મહેરિયાના પતિ પર હુમલાની ઘટના બની છે. મંડલના વિઠલાપુર પાસે ડઢાણા ગામમાં લગ્ન પ્રસંગના કાર્યક્રમ દરમિયાન ગુજરાતી સિંગર કાજલ મહેરિયાના પતિ અલ્પેશ ઠાકોર પર જીવલેણ હુમલો કરાયો હતો. ચાલુ કાર્યક્રમમાં થયેલા આ હુમલાના વીડિયો પણ સામે આવ્યા છે.
ગુજરાતી સિંગર કાજલ મહેરિયાના પતિ પર ચાલુ કાર્યક્રમમાં હુમલાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. માંડલના વિઠલાપુર પાસે ડઢાણા ગામનો બનાવ છે. બે દિવસ પહેલાની ઘટનાના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર ઘટના બહાર આવી છે. કોઈ લગ્ન પ્રસંગનો કાર્યક્રમ હોવાની માહિતી મળી છે. જાકે, સમગ્ર ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી.
કાજલ મહેરિયા સાથે કેટલાક યુવાનોને ફોટો પડાવવા બાબતે બબાલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બાદ મામલો બિચક્યો હતો. ઘટનામાં સ્ટેજ કાર્યક્રમ સાથે બાદમાં કાજલ મહેરિયાની કાર પર પણ હુમલો કરાયો હતો. જેના વીડિયો સામે આવ્યા છે. જાકે, બંને પાર્ટીમાં બાદમાં સમાધાન થઈ ગયાની વાત પણ ચર્ચાઈ છે.
માંડલ ગામે હિતેન્દ્રસિંહ અને જયરાજસિંહના લગ્નના રાસ ગરબા કાર્યક્રમ દરમિયાન આ ઘટના બની હતી. જાકે, ફોટો પડાવવા બાબતે ઘટના બની કે અન્ય કોઈ કારણ હતું તે તપાસનો વિષય છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતની લોકગાયિકા કાજલ મહેરિયાના પ્રેમલગ્નનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. પરિવારની મરજી વિરુદ્ધ કાજલ મહેરિયાએ અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કર્યા હતા. પરિવારની સહમતિ ન હોવાથી લગ્ન બાદ કાજલ મહેરિયાને સતત ધમકી મળતી હોવાના આક્ષેપ ણ ગાયિકા દ્વારા કરવામાં આવ્યા છે. કાજલ મહેરિયાએ વીડિયો વાયરલ કરીને કહ્યું હતું કે, જા કોઈ તેમને હેરાન કરશે તો કાયદાકીય કાર્યવાહી પણ કરશે. ત્યારે હવે માંડલ ગામે થયેલો હુમલો કોઈ અદાવતમા કરવામાં આવ્યો કે તે તપાસનો વિષય છે.