સંયુક્ત આરબ અમીરાતમાં ફુજૈરાહ તેલ ઔદ્યોગિક ક્ષેત્ર પર ઈરાન દ્વારા કરાયેલા હુમલામાં ત્રણ ભારતીય નાગરિકો ઘાયલ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલયએ આ હુમલાઓની સખત નિંદા કરી છે, તેમને અસ્વીકાર્ય ગણાવ્યા છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ પહેલાથી જ ચરમસીમાએ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીવટર પર એક પોસ્ટમાં કહ્યું, “અમે યુએઈ પર થયેલા હુમલાની સખત નિંદા કરીએ છીએ, જેમાં ત્રણ ભારતીય નાગરિકો ઘાયલ થયા હતા. નાગરિકો અને માળખાગત સુવિધાઓને નિશાન બનાવવી અસ્વીકાર્ય છે. ભારત યુએઈ સાથે સંપૂર્ણ એકતામાં ઉભું છે અને વાતચીત અને રાજદ્વારી દ્વારા તમામ મુદ્દાઓના શાંતિપૂર્ણ ઉકેલ માટે તેના સમર્થનનો પુનરોચ્ચાર કરે છે.” પ્રધાનમંત્રીએ કહ્યું, “હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા સલામત અને અવરોધ વિનાનું પરિવહન સુનિશ્ચિત કરવું પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને વૈશ્વિક ઉર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે.”
વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે આ અસ્વીકાર્ય છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આવા હુમલાઓ અને નાગરિકોને નુકસાન અસ્વીકાર્ય છે અને તેને તાત્કાલિક બંધ કરવું જાઈએ. ભારત પશ્ચિમ એશિયામાં શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે અને આ પ્રાપ્ત કરવા માટે સંવાદ અને રાજદ્વારીને સમર્થન આપે છે.
ભારતે આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા અવરોધ વિના વેપાર અને અવરજવર માટે પણ અપીલ કરી છે. ભારતે તમામ પક્ષોને શાંતિ જાળવવા અને ઉકેલ માટે પ્રયાસ કરવા વિનંતી કરી છે.
યુએઈ સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ અનેક મિસાઇલો અને ડ્રોનને અટકાવ્યા હતા. જાકે, ફુજૈરાહમાં ડ્રોન હુમલામાં તેલ સુવિધામાં આગ લાગી હતી, જેમાં ત્યાં કામ કરતા ત્રણ ભારતીય ઘાયલ થયા હતા. દરમિયાન, બ્રિટિશ સૈન્યએ સમુદ્રમાં બે જહાજા પર આગ લગાવવાની પણ જાણ કરી હતી.
ઈરાને હુમલાની સીધી જવાબદારી લીધી નથી. જાકે, તેના વિદેશ પ્રધાન, સૈયદ અબ્બાસ અરાઘચીએ કહ્યું કે યુએસ અને યુએઈએ પરિસ્થિતિને વધુ ખરાબ કરવાનું ટાળવું જાઈએ. ઈરાની લશ્કરી અધિકારીએ એમ પણ કહ્યું કે તેમની યુએઈ અથવા કોઈપણ તેલ સ્થાપનો પર હુમલો કરવાની કોઈ યોજના નથી, આરોપ લગાવ્યો કે યુએસ લશ્કરી નીતિઓને કારણે તણાવ વધી રહ્યો છે.









































