વધતી મોંઘવારીની વચ્ચે ટૂંકી કે મર્યાદીત આવક ધરાવતાં લોકો માટે જીવન નિર્વાહ મુશ્કેલ બની ગયો છે. કોરોનાકાળ બાદ આર્થિક સંકડામણના કારણે જિલ્લામાં અનેક લોકોએ જીવન ટૂંકાવ્યા છે. સાવરકુંડલામાં પણ એક યુવકે આર્થિક સંકડામણના કારણે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બનાવ અંગે યુનિસભાઈ મહમ્મદભાઈ તરકવાડીયા (ઉ.વ.૪૭)એ જાહેર કર્યા મુજબ સાહિદભાઈ મહમ્મદભાઈ તરકવાડીયા (ઉ.વ.૩૫)ના પરિવારનો કામ-ધંધો સારો ચાલતો નહોતો. જેના કારણે ઘરમાં આર્થિક સંકડામણ રહેતી હતી. તેનાથી કંટાળી બે દિવસ પહેલા કાંટાના કારખાનામાં ગળાફાંસો ખાઈ લેતાં મોત થયું હતું. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. સી.બી.ટીલાવત વધુ તપાસ કરી રહ્યા છે.