કેરળમાં વિધાનસભા ચૂંટણી પછી મતગણતરી થઇ છે જેમાં કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ)એ ૧૦૧ બેઠકો પર લીડ હાંસલ કરી છે. આઝાદી પછી આ પહેલી વાર છે જ્યારે ડાબેરી સરકાર હવે કોઈ પણ રાજ્યમાં અસ્તિત્વમાં રહેશે નહીં. કેરળ એ છેલ્લું રાજ્ય હતું જ્યાં ડાબેરી સરકાર રહી હતી, પરંતુ હવે કેરળ પણ ડાબેરીઓના હાથમાંથી સરકી ગયું છે.એ નોંધવું જાઈએ કે ત્રિપુરા અને બંગાળમાં ડાબેરીઓનો નાશ થઈ ચુક્યો છે.
એ નોંધવું જાઈએ કે કેરળ ઉપરાંત, પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં પણ ડાબેરી સરકારો અસ્તિત્વમાં હતી, પરંતુ આ બંને રાજ્યોમાં ડાબેરીઓનો નાશ થઈ ગયો છે. ૨૦૧૧માં પશ્ચિમ બંગાળમાં ડાબેરી સરકાર ઉથલાવી દેવામાં આવી હતી, તે પાછી ફરી શકી નહીં. એ જ રીતે, ત્રિપુરામાં, ૨૦૧૮માં લોકોએ ડાબેરી સરકાર ઉથલાવી દીધી હતી. હવે, કેરળમાં ડાબેરી સરકાર પણ પડી ગઇ છે. કેરળમાં યુડીએફની જીત સાથે, સમગ્ર દેશમાંથી ડાબેરીઓનો નાશ થઈ ગયો છે આનો અર્થ એ થયો કે દેશના કોઈપણ રાજ્યમાં ડાબેરી સરકાર બાકી રહી નથી
યુડીએફ ૧૦૧ બેઠકો પર લીડ હાંસલ કરી છે જ્યારે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) ૨૭ બેઠકો પર લીડ હાંસલ કરી છે દરમિયાન, કેરળમાં ઓછામાં ઓછા ૧૨ મંત્રીઓ તેમના સંબંધિત મતવિસ્તારમાં પરાજીત થયા છે મંત્રીઓ વીણા જ્યોર્જ, એમ બી રાજેશ, ઓ આર કેલુ, આર બિંદુ, જે ચિંચુરાણી, પી રાજીવ, કે બી ગણેશ કુમાર, વી એન વસાવન, વી શિવનકુટ્ટી, વી અબ્દુર રહેમાન, એકે સસીદ્રન અને રોશી ઓગસ્ટીન પોતપોતાના મતવિસ્તારમાં પરાજીત થયા છે