એપ્રિલની કાળઝાળ ગરમીથી હજુ રાહત મળે તે પહેલાં જ મે મહિનામાં વધુ આકરી ગરમીની આગાહી સામે આવી છે.આઇએમડીએ જાહેર કરેલી માસિક આગાહી અનુસાર, ગુજરાતમાં મે મહિના દરમિયાન સામાન્ય કરતાં વધુ હીટવેવના દિવસો જોવા મળશે.
“મે ૨૦૨૬ દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે.” આનાથી દિવસે તેમજ રાત્રે અકળામણ વધશે અને હીટ સ્ટ્રેસનું જોખમ વધી શકે છે.રાજ્યમાં ૩થી ૫ વધારાના હીટવેવ દિવસો નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય-દક્ષિણ ગુજરાતમાં આ અસર વધુ તીવ્ર રહેવાની શક્યતા છે.
ઉત્તર-પૂર્વ ગુજરાતના કેટલાક ભાગો સિવાય રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે.સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વધારો, મધ્ય ગુજરાતમાં મધ્યમ વધારો અને કચ્છ-ઉત્તર ગુજરાતમાં સામાન્યની નજીક રહેવાની આગાહી છે.હીટવેવની અવધિ લાંબી ચાલી શકે છે અને દિવસ-રાતના ઊંચા તાપમાનના સંયોજનથી લોકોના આરોગ્ય પર અસર પડી શકે છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો, હૃદયરોગીઓ અને બહાર કામ કરતા લોકોને વધુ સાવધાની રાખવી જરૂરી છે.જીવનશૈલી સમાચાર
સારા સમાચાર એ છે કે મે મહિનામાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના છે. આ વરસાદ ગરમીમાં આંશિક રાહત આપી શકે છે.એપ્રિલ ૨૦૨૬માં ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય અથવા સામાન્યથી નીચું રહ્યું હતું. પરંતુ મેમાં પરિસ્થિતિ વધુ તીવ્ર બનવાની આગાહી છે.










































