મહેસાણાના વડનગરના સિવિલમાં આત્મહત્યા કરવામાં આવતા સનસનાટી મચી ગઈ છે. આ યુવકે હોસ્પિટલ પરથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી. હવે યુવાનના આ આત્મહત્યાના કેસમાં નવો જ વળાંક આવ્યો છે. આ પરીણિત યુવાનના આત્મહત્યાના કેસમાં નવો જ વળાંક આવ્યો છે. યુવાને પત્ની-પુત્રીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

આ યુવાને પત્ની અને પુત્રીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. વડનગર પોલીસે કરેલી તપાસમાં આ વિગત બહાર આવી છે. આના પગલે હવે વડનગર પોલીસે આત્મહત્યાની સાથે-સાથે હત્યાના કેસની પણ તપાસ શરૂ કરી છે. પોલીસે અગાઉ મહેસાણાની સિવિલ હોસ્પિટલના ધાબેથી છલાંગ લગાવનારા યુવકની આત્મહત્યાના કેસની તપાસ શરૂ કરી હતી.

આ કેસની તપાસમાં નવા જ ફણગા ફૂટ્યા હતા. આ યુવાને તેની પત્ની અને પુત્રીની હત્યા કર્યાનું બહાર આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. તેના કારણે વડનગર પોલીસે હત્યાના કેસની પણ તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતકના સગાસંબંધીઓની પૂછપરછ શરૂ કરી છે. પોલીસ હવે આ હત્યા અને આત્મહત્યા પાછળના કારણોની તપાસમાં લાગેલી છે.

હવે યુવાને કયા કારણસર પત્ની અને પુત્રીની હત્યા કરી તેની તપાસ માટે પોલીસે યુવાનનો મોબાઇલ ફોન અને તેની પત્નીનો મોબાઇલ ફોન કબ્જે કરીને ફોરેન્સીક લેબમાં મોકલી આપ્યો છે. તેના ફોન નંબરોની ચકાસણી પછી તપાસનો આગળનો માર્ગ ખૂલશે તેમ માનવામાં આવે છે. પ્રાથમિક કારણો મુજબ તો ઘરકંકાસના કારણે પત્ની અને પુત્રીની હત્યા કરી હોવાનો અંદાજ છે. આમ છતાં એક વખત ફોનની પૂરેપૂરી ચકાસણી થયા પછી પણ કોઈ નવી કડી મળવાની કે ફણગો ફૂટવાની સંભાવના પોલીસ નકારી શકતી નથી.