સુરતમાં ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જા અપાવવા માટે ગૌભક્તોએ અનોખો માર્ગ અપનાવ્યો છે. ટેક્સટાઇલ માર્કેટ સાથે જાડાયેલા વેપારીઓએ પોતાના લોહીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી છે. સુરતના ૧૦ અગ્રણી વેપારીઓએ સિરિંજની મદદથી પોતાનું લોહી કાઢીને મોટા કાર્ડ પેપર પર પત્ર તૈયાર કર્યો હતો. પત્રમાં ગૌવંશના રક્ષણ, ગૌહત્યા પર કડક નિયંત્રણ અને ગાયને વિશેષ સન્માન આપવાની માંગ ઉઠાવવામાં આવી છે.
વેપારીઓએ કેન્દ્ર સરકાર સમક્ષ ગૌવંશના સંવર્ધન અને સુરક્ષા માટે અલગ ‘ગૌ સંવર્ધન મંત્રાલય’ રચવાની પણ માંગણી કરી છે. તેમનું માનવું છે કે ગૌમાતા ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતિક છે, તેથી તેને વિશેષ દરજ્જા મળવો જાઈએ.રાષ્ટ્રીય સમાચાર વિશ્લેષણ આ અભિયાનને સુરત શહેરમાં મોટો પ્રતિસાદ મળ્યો હોવાનું દાવો કરવામાં આવ્યો છે. ગૌભક્તો દ્વારા અત્યાર સુધીમાં અંદાજે ૫ લાખ લોકોની સહીઓ એકત્ર કરવામાં આવી છે. આ સહીઓ સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સોંપવાની તૈયારી કરવામાં આવી છે. ગૌ સન્માન અભિયાન અંતર્ગત સુરતમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રેલીમાં બળદગાડાં સાથે બુલડોઝર પણ સામેલ કરવામાં આવશે, જેને ગૌહત્યા વિરુદ્ધ કડક સંદેશ તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે.
વેપારીઓનું આ અભિયાન સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અનેક લોકો આ અભિયાનને ગૌભક્તિ સાથે જાડાયેલો પ્રયાસ ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને પ્રતીકાત્મક વિરોધ તરીકે જાઈ રહ્યા છે.