ધોરાજી તાલુકાના સુપેડી ગામે એક અત્યંત દુખદ ઘટના સામે આવી છે, જેમાં ૧૮ વર્ષીય યુવાન ખુશકુમાર અનિલભાઈ પટેલે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ધોરાજી તાલુકા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક યુવાનના મૃતદેહનો કબજો સંભાળી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. નાની વયના આશાસ્પદ પટેલ યુવાનના આકસ્મિક નિધનથી સમગ્ર સુપેડી ગામમાં શોકની લાગણી જન્મી છે અને ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. હાલમાં ધોરાજી પોલીસે મોતનું સાચું કારણ જાણવા માટે કાયદેસરની તપાસ તેજ કરી છે.










































