લીલીયા તાલુકાના આંબા ગામે એક અત્યંત દુઃખદ અને કમનસીબ ઘટના સામે આવી હતી. ઘરે ન્હાવા જતી વખતે અચાનક પગ લપસી જતાં ગંભીર રીતે પટકાયેલા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગેલાલજીભાઇ વિઠ્ઠલભાઇ ખંખાળ (ઉ.વ.૩૬) એ જાહેર કર્યા મુજબ, વિજયભાઇ વિઠ્ઠલભાઇ ખંખાળ (ઉ.વ.૪૨) પોતાના ઘરે ન્હાવા માટે જઈ રહ્યા હતા, ત્યારે બાથરૂમ પાસે અચાનક તેમનો પગ લપસી ગયો હતો. પગ લપસવાને કારણે તેઓ જમીન પર જોરદાર પટકાયા હતા અને તેમના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. પડી જવાથી માથામાં થયેલી ગંભીર ઈજાને કારણે સારવાર અર્થે ખસેડ્‌યા હતા.પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આ ઘટનાને પગલે આંબા ગામમાં અને મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. લીલીયા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ કે ઘાંઘળ વધુ તપાસ કરી રહ્યા છે. સાવરકુંડલાના થોરડી ગામે રહેતા મહેશભાઇ રામજીભાઇ પરમારનું ભુલથી ખડમાં છાંટવાની ઝેરી દવા પી જવાથી મોત થયાનું રામજીભાઇ હમીરભાઇ પરમારે જાહેર કર્યું હતું.