અમરેલી શહેરમાં “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અમરેલી સિટી પોલીસે ગુમ થયેલો મોબાઇલ ફોન શોધી અરજદારને પરત આપ્યો છે. ભાવનગર રેન્જના આઈજીપી આર.વી. અંસારીના માર્ગદર્શન હેઠળ ગુમ થયેલી મિલકત ઝડપથી શોધી મૂળ માલિકને પરત આપવાના નિર્દેશો આપવામાં આવ્યા હતા.આ અનુસંધાને જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત તથા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ કામગીરી હાથ ધરાઈ હતી. અરજદાર રસીલાબેન મધુભાઈ રાછડીયા ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ અમરેલીથી જુનાગઢ જતાં વખતે તેમનો ફૈંર્ફં કંપનીનો રૂ૩૯ મોડેલનો રૂ. ૧૯,૦૦૦નો મોબાઇલ ગુમાવી બેઠા હતા.અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાયા બાદ સર્વેલન્સ ટીમે હ્યુમન સોર્સની મદદથી મોબાઇલ શોધી કાઢ્યો અને અરજદારને પરત કર્યો. આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. ઝાલાના નેતૃત્વમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.