વડિયા-કુકાવાવ તાલુકાના રામપુર ગામે સંત શિરોમણી આપાગીગાના પવિત્ર જન્મસ્થળ પર ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં આ દિવ્ય સ્થાનના દર્શનાર્થે અને અહીં કાર્યરત રામરોટી આશ્રમની મુલાકાતે ગુજરાતના જાણીતા ભજનીકો અને હાસ્ય કલાકારો પધાર્યા હતા. આ પ્રસંગે હાસ્ય કલાકાર મનસુખભાઈ વસોયા સહિત વિપુલભાઈ પટેલ, ચતુરભાઈ બોરા અને દીપકભાઈ વ્યાસ જેવા નામી કલાકારોએ આશ્રમની મુલાકાત લીધી હતી. તેમની સાથે માવજીભાઈ વાઘાણી, રાજીવભાઈ દવે તથા બાબુભાઈ અને રતિભાઈ ગેવરિયા પણ જોડાયા હતા. તમામ કલાકારોએ આશ્રમ દ્વારા ચાલતી માનવતાવાદી અને સેવાકીય
પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી મેળવી આ કાર્યને બિરદાવ્યું હતું. આ ગરિમાપૂર્ણ અવસરે આશ્રમના સંચાલકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.









































