વોર્ડ નં.૭ના મહિલા સદસ્ય ઈલેક્ટ્રીક એન્જિનિયર તો વોર્ડ નં.૬ના મહિલા સદસ્ય અભણ
બગસરા નગરપાલિકાની તાજેતરમાં જ ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે રર બેઠકો તો કોંગ્રેસના ફાળે માત્ર ૬ બેઠકો આવી હતી. આ વખતે નગરપાલિકામાં મોટાભાગના નવા ચહેરાઓને તક આપવામાં આવી હતી ત્યારે તેઓ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરેલા સોગંદનામા મુજબ મોટાભાગના સદસ્યો ધો.૧૦ પાસ પણ ન હોવાનુ સામે આવ્યુ છે. બગસરા નગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ભાજપે વિપક્ષોના સૂપડા સાફ કરી નાખ્યા છે. મોટાભાગના નવા ચહેરા પાલિકાની ચૂંટણી જીત્યા હોવાથી જૂના જાગીઓને હવે ઘરે બેસવાનો વારો આવ્યો છે ત્યારે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી અધિકારીઓ સમક્ષ રજૂ કરેલા સોંગદનામાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં ચૂંટાયેલા મોટાભાગના સદસ્યો ધો.૧૦ પાસ પણ નથી. જા કે વોર્ડ નં.૭ની મહિલા સદસ્યા ઈલેકટ્રીક એÂન્જનયર છે તો વોર્ડ નં.૬ની મહિલા સદસ્યા અભણ છે. પાંચ સદસ્યો ગ્રેજ્યુએટ, ત્રણ સદસ્ય ધો.૧ર પાસ હોવાનુ સામે આવ્યુ છે. મોટાભાગના સદસ્યો ધો.૧૦ પાસ પણ ન હોય ત્યારે શહેરના વિકાસ માટે કેવી કામગીરી થશે તે આવનારો સમય કહેશે.









































