અમરેલી જિલ્લામાં પણ ભાજપે શાનદાર પ્રદર્શન કરી ભગવો લહેરાવ્યો છે. રાજયના ઉર્જા તેમજ કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરીયાના દૃઢ, દિશાદર્શી અને વિકાસલક્ષી નેતૃત્વ હેઠળ આ જીતને એક ઐતિહાસિક સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે. તેમની કાર્યશૈલી અને સતત જનસંપર્કની નીતિએ પાર્ટીના પાયાને વધુ મજબૂત બનાવ્યો છે.જિલ્લા પંચાયતની પ્રતિષ્ઠિત ગણાતી ચિતલ બેઠક પર ભાજપનો વિજય એ સ્થાનિક સંગઠનબળની એક મોટી સફળતા છે. આ બેઠકની ચૂંટણીનું સમગ્ર આયોજન અને વ્યૂહરચનાના સંચાલનની જવાબદારી ચિતલના અગ્રણી ઉદ્યોગપતિ અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા જયસુખભાઈ દેસાઈને સોંપવામાં આવી હતી. જયસુખભાઈએ પોતાની સુસંગઠિત આયોજનક્ષમતા અને દુરંદેશી દ્વારા ચિતલ બેઠક હેઠળ આવતા તમામ ૧૧ ગામોમાં પ્રચારનું સચોટ સંચાલન કર્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ ટીમે ગામેગામ જનસંપર્ક સાધીને સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડી હતી. આ સંયુક્ત પ્રયાસોના પરિણામે ચિતલ બેઠકના ઉમેદવાર વિલાસબેન દેસાઈએ ૩૧૬૫ મતોની જંગી લીડ સાથે ભવ્ય જીત હાંસલ કરી છે. તેની સાથે જ તાલુકા પંચાયતના ઉમેદવારોમાં સુરેશભાઈ પાથર ૮૦૦ મતોથી, અરવિંદભાઈ કાકડિયા ૯૦૦ મતોથી અને કોમલબેન તેરૈયા ૬૦૦ મતોની લીડથી વિજયી થયા છે. આ ભવ્ય સફળતામાં ચિતલ ભાજપના અનેક અગ્રણીઓ અને કાર્યકરોએ દિવસ-રાત એક કરીને મહત્વનો ફાળો આપ્યો છે. લાલજીભાઈ દેસાઈ, કાળુભાઈ ધામી, મોતીભાઈ કાનાણી અને જે.બી. દેસાઈ જેવા વરિષ્ઠોના માર્ગદર્શન સાથે જયેશભાઈ નાકરાણી, મનસુખભાઈ નાડોદા અને હસુભાઈ ધાનાણી જેવા કાર્યકરોએ પાયાના સ્તરે કામગીરી કરી હતી. આ ઉપરાંત ધર્મેન્દ્રસિંહ સરવૈયા, રંજનબેન ડાભી, રઘુવીરસિંહ સરવૈયા અને મનુભાઈ અસલાલિયા સહિતના આગેવાનોએ પણ ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. રાજુભાઈ ધાનાણી, હિરેન ચાવડા, અશ્વિંનગીરી ગોસાઈ, કેશુભાઈ ધાનાણી અને પ્રકાશભાઈ ભેડા જેવા ઉત્સાહી કાર્યકરોની ટીમે છેવાડાના માનવી સુધી પહોંચીને પક્ષમાં મતદાન કરાવવામાં સફળતા મેળવી હતી. દૂદાભાઈ સાવલિયા, નાગજીભાઈ, વિનુભાઈ કથીરિયા અને અન્ય તમામ આગેવાનોના સહિયારા પુરુષાર્થથી ભાજપનો ગઢ વધુ અભેદ્ય બન્યો છે. આ વિજયે સાબિત કર્યું છે કે જ્યારે મજબૂત નેતૃત્વ અને સમર્પિત કાર્યકરો એકજૂથ થઈને કાર્ય કરે છે ત્યારે સફળતા નિશ્ચિત હોય છે. અમરેલી જિલ્લામાં ભાજપની આ જીત આવનારા સમયમાં વિકાસના નવા દ્વાર ખોલશે તેવી આશા જનતામાં જોવા મળી રહી છે.









































