દામનગર તા.૩૦ દામનગર નગરપાલિકાની ૨૦૨૬ની ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. આ ચૂંટણીમાં ૫૯% મતદાન નોંધાયું હતું, જેમાં કુલ ૨૪ બેઠકોમાંથી ભાજપે ૧૪ બેઠકો પર જીત મેળવી છે, જે ગત ચૂંટણીની ૨૨ બેઠકોની સરખામણીએ નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. સૌથી મોટું આશ્ચર્ય આમ આદમી પાર્ટીએ સર્જ્યું છે, જેણે પ્રથમ વખત એન્ટ્રી કરીને ૫ બેઠકો સાથે બીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કોંગ્રેસ માત્ર ૨ બેઠકો પર અકબંધ રહી છે.