સાવરકુંડલાના ખોડિયાર નગરમાં રહેતી અને બીજા ધોરણમાં ભણતી તૃષા પિયુષભાઈ રાઠોડને ‘રૂમેટિક હાર્ટ ડિસીઝ’ જેવી ગંભીર બીમારી હોવાનું નિદાન થતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. જોકે, તાલુકાની આર.બી.એસ.કે. ટીમના ડા. ઋત્વેક પટેલ અને ડા. મનીષા પટેલે ત્વરિત કાર્યવાહી કરી જરૂરી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે બાળકીના હૃદયના વાલ્વનું સફળ ઓપરેશન સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવ્યું હતું








































