મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમના પટાવાળાની જીત થઇ છે. તેઓ હવે મનપાના કોર્પોરેટર બની ગયા છે. મહેસાણા મહાનગર પાલિકાના વોર્ડ નંબર ૧૩માં ભાજપની પેનલનો વિજય થયો છે. આ વોર્ડમાં ભાજપ કમલમના પટાવાળા રમેશભાઈ ભીલ ભાજપના ઉમેદવાર હતા.

ભાજપે મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલયના પટાવાળાને ટીકીટ આપી હતી. ૨૭ વર્ષથી ફરજ બજાવતા પટાવાળા રમેશ ભીલને ભાજપે ટિકિટ આપી છે. વોર્ડ નંબર ૧૩માંથી પટાવાળા રમેશ ભીલને ટિકિટ આપવામાં આવતાં તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.

રમેશ ભીલ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, હું છેલ્લા ૨૭ વર્ષથી મહેસાણા કમલમ ખાતે નોકરી કરુ છુ. ભાજપે મારી જે કદર કરી છે, તેનાથી ખૂબ જ આનંદ અનુભવુ છું. પાર્ટી નાનામાં નાના માણસની કદર કરે છે. આ શક્તિ ભાજપમાં જ છે.

હું અહીં ૨૭ વર્ષ પહેલા ૫૦૦ રૂપિયા પગારમાં પટાવાળા તરીકે જાડાયો હતો. અત્યાર સુધી આઠ પ્રમુખ જાયા છે. હું દિલથી કામ કરુ છુ. કોઇ કાર્યકરની પાણી-ચાની ફરિયાદ ન આવે તે પ્રમાણે નિષ્ઠાથી કામ કર્યું છે. નોકરી તો ચાલુ જ રહેશે. જો મિટિંગ હશે તો કોર્પોરેટર તરીકે હાજરી આપવાની પછી પાછા કામે લાગી જવાનું. નોકરી તો છોડવાની નથી.