ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઈતિહાસ રચી દીધો છે. આમ આદમી પાર્ટીએ અમરેલી જિલ્લાની બગસરા તાલુકા પંચાયત કબજે કરી છે. ઈતિહાસમાં પ્રથમવાર આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કોઈ તાલુકા પંચાયતમાં સત્તા મેળવી છે. આમ આદમી પાર્ટીએ બગસરા તાલુકા પંચાયતની ૧૬માથી ૯ સીટ કબજે કરી છે. પ્રથમવાર આમ આદમી પાર્ટી તાલુકા પંચાયતના પ્રમુખ બનાવશે.
આમ આદમી પાર્ટીએ ગુજરાતના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના વતન મોઢવાડામાં તાલુકા પંચાયતની સીટ જીતી છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર શાંતિ હિતેશ મોઢવાડિયાએ આ બેઠક પરથી જીત મેળવી છે.
પૂર્વ ધારાસભ્ય અને જૂનાગઢ જિલ્લા પંચાયતની ભેંસાણ સીટ પરથી ભાજપના ઉમેદવાર ભૂપત ભાયાણીએ પણ હારનો સામનો કરવો પડ્યો છે. આમ આદમી પાર્ટીમાંથી ૨૦૨૨મા ધારાસભ્ય બનેલા ભૂપત ભાયાણી ભાજપમાં જાડાઈ ગયા હતા. હવે તેમણે જિલ્લા પંચાયતની સીટ પર પણ હારનો સામનો કરવો પડ્યો છે.










































