સમસ્ત ગેડીયા પરિવાર દ્વારા આયોજિત માતાજીના ભવ્ય હવનમાં ધારાસભ્ય જે.વી. કાકડીયાએ વિશેષ હાજરી આપી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી ચામુંડા માતાજીના મંદિરની બાજુમાં નિર્મિત પ્રાર્થના હોલ તેમજ પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય ભુપતભાઈની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલા પ્રાર્થના હોલના ચાલી રહેલા કામનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ધાર્મિક કાર્યક્રમની સાથે લોકઉપયોગી સુવિધાઓની સમીક્ષા કરી તેમણે ગ્રામજનો સાથે વિકાસના કાર્યો અંગે સકારાત્મક ચર્ચા કરી હતી.







































