લીલીયા પોલીસની ટીમે બાતમીના આધારે ભીલા ગામથી વાંડળીયા તરફ જવાના રસ્તે દરોડો પાડી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે એક સિલ્વર કલરની તુફાન ગાડીને આંતરીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૬૦૦થી વધુ બોટલો મળી આવી હતી. આ મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે દારૂ મંગાવનાર અન્ય એક શખ્સ ફરાર થઈ ગયો હતો.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભીલા-વાંડળીયા માર્ગ પર પોલીસ વોચમાં હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં નીકળેલી તુફાન ગાડીને રોકી તપાસ કરતા તેમાંથી ૧૮૦ સ્ન્ ની કુલ ૬૨૪ રીંગપેક બોટલો મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થા સહિત ગાડી અને મોબાઈલ ફોન મળી કુલ રૂ.૪,૧૧,૦૮૦નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.