બગસરા નગરપાલિકાની ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે જે પ્રકારનું માઇક્રો મેનેજમેન્ટ, બૂથ મેનેજમેન્ટ અને ડોર-ટુ-ડોર જનસંપર્ક અગાઉની ચૂંટણીઓમાં જોવા મળતું હતું, તેનો આ વખતે સ્પષ્ટપણે અભાવ દેખાયો હતો. ટિકિટ ન મળવાથી નારાજ થયેલા ભૂતપૂર્વ સદસ્યોએ ચૂંટણી પ્રચારમાં મદદ કરવાની મનાઈ કરી દીધી તેવુ લાગી રહ્યુ હતુ. આટલું જ નહીં, અન્ય અસંતુષ્ટોએ પક્ષના મધ્યસ્થ કાર્યાલય પર કબજો જમાવીને ઉમેદવારોને કેવી રીતે હરાવવા તે માટેના છૂપા ષડયંત્રો રચ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. મોઢેથી પક્ષ પ્રત્યે વફાદારીની વાતો કરનારા આ કાર્યકરો વાસ્તવમાં વિરોધ પક્ષના ઉમેદવારોને ફાયદો કરાવતા હોય તેવુ ચિત્ર બહાર આવ્યું હતુ. જે ભાજપ માટે નુકસાનકારક સાબિત થાય તેવુ લાગી રહ્યું છે.