લીલીયા મોટા ગામના નિવાસી સ્વર્ગસ્થ નાથાભાઈ બુહાનું અવસાન થતા તેમના પરિવારે શોકના સમયે પણ સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવી છે. નાથાભાઈના પુત્રો જીવનભાઈ બુહા અને પૌત્ર જગદીશભાઈ બુહાએ તેમના ચક્ષુઓનું દાન કરવાનો પ્રશંસનીય નિર્ણય લીધો હતો. આ પવિત્ર કાર્યમાં ડો.જયંતિભાઈ કુંભાણી, વિજયભાઈ ભાલાળા અને નિલેશભાઈ વોરાએ મહત્વનો સહયોગ આપ્યો હતો. લોક દ્રષ્ટિ ચક્ષુબેંકના પ્રમુખ ડો. પ્રફુલ્લભાઇ શિરોયા અને રેડ ક્રોસ સોસાયટીના સભ્યોએ દાતા પરિવારનો આભાર માની શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ નેત્રદાન થકી કાળી કીકીના કારણે અંધત્વ ભોગવતા બે વ્યક્તિઓ ફરીથી દુનિયા જોઈ શકશે અને નાથાભાઈના નેત્રો અન્યોના જીવનમાં ઉજાસ પાથરશે.