અમરેલી નગરના લાઠી રોડ પર સ્થિત જલારામ મંદિર અને લોહાણા જ્ઞાતિની વાડીમાં સીતા નવમીના પવિત્ર અવસરે સત્સંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ હંસાબેન મકાણી સહિત આરતીબેન ચોવટિયા અને પૂર્વિબેન ગોહિલ જેવા અગ્રણીઓની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. ગીતાબેન ત્રિવેદી, ગોપીકાબેન ચાવડા અને હીરલબા વાળાના માર્ગદર્શન હેઠળ હિન્દુ ધર્મની વિશાળ સંખ્યામાં બહેનોએ આ સત્સંગમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. પંકજભાઈ કાનાણીની યાદી મુજબ સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.