બગસરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આગામી ૨૬ એપ્રિલના રોજ તાલુકા પંચાયતની ૧૬ અને જિલ્લા પંચાયતની ૨ બેઠકો માટે મતદાન યોજાનાર છે, તે પૂર્વે જ આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખરના માર્ગદર્શન હેઠળ આમ આદમી પાર્ટીના જૂના વાઘણીયા જિલ્લા પંચાયત બેઠકના પ્રભારી લાલજીભાઈ દાફડા, અનિલભાઈ દાફડા અને વિજયભાઈ દાફડા સહિતના અનેક કાર્યકરો વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. વિકાસની ગતિને વેગવંતી રાખવાના ઉમદા હેતુ સાથે ‘આપ’ છોડી ભાજપનો ખેસ ધારણ કરતા બગસરા પંથકમાં ભાજપનું પલ્લું ભારે થયું છે અને ફરી એકવાર ભગવો લહેરાશે તેવો આશાવાદ કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે.










































