રાજુલા પોલીસ દ્વારા ખાખબાઇ ગામના ગુમ થયેલ યુવાન સુખદેવભાઇ ઉર્ફે બાલો ભાવેશભાઇ મકવાણાને શોધી કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. ભાવનગર રેન્જ આઈ.જી. અને અમરેલી પોલીસ અધીક્ષકની સૂચના હેઠળ રાજુલા પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ મદદથી આ યુવાનને રાજુલા બર્બટાણા રેલ્વે સ્ટેશન પાસેથી શોધી કાઢ્યો હતો. આ યુવાન ૧૧ માર્ચ ૨૦૨૬ના રોજ પોતાના ઘરેથી કહ્યા વગર નીકળી ગયો હતો જેની ફરિયાદ તેના ભાઈ રાહુલભાઈએ નોંધાવી હતી. અંતે પોલીસે તેનું નિવેદન નોંધી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.