અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના મુજબ કોર્ટ વોરંટની બજવણી કરવાના ખાસ અભિયાન અંતર્ગત રાજુલા પોલીસને મોટી સફળતા મળી છે. સાવરકુંડલા કોર્ટ દ્વારા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ છ મહિનાની સજા ફટકારવામાં આવી હોવા છતાં મુસ્તુફા છોટુમીયા સૈયદ નામનો આરોપી છેલ્લા નવેક મહિનાથી નાસતો ફરતો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એમ. કોલાદરાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ બાંભણીયા અને ટીમ દ્વારા બાતમીના આધારે રાજુલા ટાઉન વિસ્તારમાંથી આ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.