આઇપએલના સ્થાપક અને ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ ટુર્નામેન્ટના ભવિષ્ય વિશે એક એવી આગાહી કરી છે જેણે સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. મોદી માને છે કે આગામી ચારથી પાંચ વર્ષમાં, આઇપીએલનું અર્થતંત્ર એટલું વધશે કે ખેલાડીઓ પર વહેતા પૈસા આજ કરતાં અનેક ગણા વધુ હશે.
લલિત મોદીના મતે, ૨૦૩૦ સુધીમાં,આઇપીએલ ટીમોના ખેલાડીઓનો ખર્ચ (ખેલાડીઓ ખરીદવા માટેનું બજેટ) વર્તમાન ૧૨૫ કરોડ રૂપિયાથી વધીને આશરે ૯૩૨ કરોડ રૂપિયા (૧૦૦ મિલિયન) પ્રતિ સીઝન થશે. મોદીએ ધ ઓવરલેપ ક્રિકેટ પર કહ્યું હતું કે ભવિષ્યમાં, ટોચના ખેલાડીઓ પ્રતિ મેચ આશરે ૮.૫ કરોડ રૂપિયા (૧ મિલિયન) કમાશે. તેમણે આગાહી કરી હતી કે ટીમના ટોચના ૩-૪ ખેલાડીઓ પ્રતિ સીઝન ૧૩૦ થી ૧૫૦ કરોડ રૂપિયા (૧૫-૧૬ મિલિયન) ની વચ્ચે કમાશે. મોદીના મતે, તેમાં કોઈ શંકા નથી કે ૨૦૩૦ સુધીમાં આઇપીએલ આ સ્તરે પહોંચશે.